પાણીની કિંમત અધિકારીઓને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

| Updated on: May 20, 2024 | 5:23 PM

મોડાસા તાલુકામાં આવેલી પાણીની પાઈપ લાઈનમાં મહિનાઓથી ભંગાણ છે. પાઈપલાઈન લીકેજ હોવાને લઈ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યું છે. ખેડૂતોએ પણ આ અંગે રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓને સહેજે પડી નથી. પાણી પુરવઠા વિભાગને આ અંગે રજૂઆતો કરવામાં આવી છે કે, શીણાવાડ થી સરુરપુર પાઈપલાઈનમાં લીકેજ છે.

એક તરફ ગરમીને લઈ લોકો પરેશાન છે. પાણી માટે પણ અનેક વિસ્તારોમાં ગરમીના દિવસોમાં વલખાં મારવાની સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. પાણીના ટીંપા ટીંપાની કિંમત લોકોને હાલની આકરી ગરમીમાં સમજાઈ રહી છે. પરંતુ આ વાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેટલાક અધિકારીઓને યોગ્ય રીતે સમજાઈ રહી નથી લાગતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલી પાણીની પાઈપ લાઈનમાં મહિનાઓથી ભંગાણ છે. પાઈપલાઈન લીકેજ હોવાને લઈ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યું છે. ખેડૂતોએ પણ આ અંગે રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓને સહેજે પડી નથી. પાણી પુરવઠા વિભાગને આ અંગે રજૂઆતો કરવામાં આવી છે કે, શીણાવાડ થી સરુરપુર પાઈપલાઈનમાં લીકેજ છે. ખેડૂતોના ખેતરમાં તળાવ આ લીકેજ સર્જી દીધા છે. પાણીનો વેડફાટ થવા સાથે ખેડૂતોને પણ નુક્સાન પહોંચી રહ્યું છે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો