વલસાડ : મરણ પછી પણ સંઘર્ષનો અંત નહીં… મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે, જુઓ વીડિયો
વલસાડ : કેટલાક સંઘર્ષનો અંત મરણ પછી પણ આવતો નથી. વલસાડના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે કંઈક આવી જ હાલત છે જ્યાં મોત પછી પણ મુક્તિ માટે સંઘર્ષ કરવો પડે છે.
વલસાડ : કેટલાક સંઘર્ષનો અંત મરણ પછી પણ આવતો નથી. વલસાડના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે કંઈક આવી જ હાલત છે જ્યાં મોત પછી પણ મુક્તિ માટે સંઘર્ષ કરવો પડે છે.
ભેંસધરા ગામમાં મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે લોકોએ લાવરી નદીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. લાવરી નદી પર બ્રિજ કે કોઝવે ન હોવાથી પાણીથી છલોછલ નદીમાં ડાધુઓએ કમર સુધીના પાણીમાંથી જીવના જોખમે મૃતદેહ સાથે પસાર થવું પડી રહ્યુ છે.
ભેંસધરા ગામમાં ચોમાસાની સિજનમાં કોઈ મૃત્યુ થાય તો ગ્રામજનો ચિંતામાં મુકાઈ છે કારણ કે અંતિમ સંસ્કાર માટે નદી પાર કેવી રીતે કરવીએ એ સવાલ થાય છે. ઘણીવાર નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હોય છે ત્યારે નદી પાર કરીને સ્મશાન પહોંચવું મુશ્કેલ હોય છે.ડાઘુઓ પર પણ જીવનું જોખમ રહે છે.ગ્રામજનો વર્ષોથી નદી પર પુલ કે કોઝવે બનાવવામાં આવે માગણી કરી રહ્યા છે.