Rajkot: દારૂબંધીના લીરેલીરા ! નશાની હાલતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો થયો VIRAL

|

Sep 25, 2022 | 11:19 AM

ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતે નશો કર્યાનું પણ કબુલ્યું છે. ત્યારે આવા ટ્રાફિક જવાનોને કારણે જ સમગ્ર પોલીસની (Gujarat police) છબી ખરડાતી હોય છે. હાલ આ વીડિયોને (Viral video) આધારે સમગ્ર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસનું (Rajkot police) કામ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું છે, પરંતુ રાજકોટમાંથી (Rajkot) એક એવી ઘટના સામે આવી છે. જેને કારણે પોલીસબેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. નશાની હાલતમાં એક ટ્રાફિક પોલીસનો (Traffic police) વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ નિલકંઠ સિનેમા રોડ પર નશો કરીને તે દુકાનો બંધ કરાવવા નીકળ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે તો બીજી તરફ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતે નશો કર્યાનું પણ કબુલ્યું છે. ત્યારે આવા ટ્રાફિક જવાનોને કારણે જ સમગ્ર પોલીસની (Gujarat police) છબી ખરડાતી હોય છે. હાલ આ વીડિયોને (Viral video) આધારે સમગ્ર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે.

આખરે કટકીબાજ ટ્રાફિક વોર્ડનની થઈ હકાલપટ્ટી

થોડા દિવસો અગાઉ આવી જ એક ટ્રાફિક જવાનની બેદરકારી સામે આવી હતી. સામાન્ય રીતે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ શહેર પોલીસ (Rajkot police) દ્વારા ટ્રાફિક વિભાગમાં ટ્રાફિક વોર્ડનની ભરતી કરવામાં આવતી હોય છે. આ ટ્રાફિક વોર્ડનની મુખ્ય જવાબદારી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનું અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હોય છે, પરંતુ કેટલાક લેભાગુ વૃત્તિ ધરાવતા વોર્ડનના કારણે તમામ વોર્ડનની બદનામી મળતી હોય છે. રાજકોટમાં જ કંઈક આવી જ ઘટનાનો વીડિયો વાયરલ (Video viral) થયો હતો. જેમાં ટ્રાફિક વોર્ડન પહોંચ આપ્યા વગર પૈસા ઉઘરાવતો જોવા મળી રહ્યો હતો. જે બાદ ટ્રાફિક એસપી એ ત્વરિત ધોરણે આ ટ્રાફિક પોલીસની હકાલપટ્ટી કરી હતી.

Published On - 11:18 am, Sun, 25 September 22

Next Video