આજનું હવામાન : અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો વધવાની આગાહી, જુઓ Video

| Updated on: Oct 09, 2024 | 9:50 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આગમી કેટલાક દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. તેમજ રાજ્યમાં આગામી કેટલાક દિવસ બેવડી ઋતુ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદ - ગાંધીનગરમાં તાપમાનનો પારો વધી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આગમી કેટલાક દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. તેમજ રાજ્યમાં આગામી કેટલાક દિવસ બેવડી ઋતુ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદ – ગાંધીનગરમાં તાપમાનનો પારો વધી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન ?

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, મોરબી, નવસારી, પોરબંદર, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.