સુરતમાં ડાયમંડ બુર્સનો ઝળહળાટ, ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વરમાંથી બની 2 કિલોની પ્રતિમા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 16, 2023 | 10:29 AM

સુરત : વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સનું આવતીકાલે 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે.આ અવસરને યાદગાર બનાવવા  શહેરના એક જ્વેલરી ઉત્પાદકે હીરા, સોના, ચાંદીના ઉપયોગથી બુર્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે.

જાણીતા સુવર્ણકાર જતીન કાકડિયાએ આ કૃતિ અંગે કહ્યું હતું કે, ‘આ એક આઈકોનિક બિલ્ડિંગ છે જેથી આ પ્રતિકૃતિ બનાવી છે જેના દ્વારા એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ અપાશે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે, ડાયમંડ બુર્સ જેવો જ રંગ લાવવા કોપર, ઝિંક અને એલોઈ સહિત 5 ધાતુનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે જ્યારે તેમાં 102 કેરેટના 6,886 હીરા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 16, 2023 09:56 AM