Bhavnagar : સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થતા ભાવમાં ઘટાડો, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, જુઓ Video
સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઈ છે. જો કે ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ જોવા મળી રહ્યાં છે. કારણે કે ડુંગળીનો ભાવ પ્રતિમણ 700થી 800 ઘટીને માત્ર 150થી લઈ 350 સુધી બોલાઈ રહ્યો છે. જેથી પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
ડુંગળીના પ્રતિમણના ભાવમાં ઘટાડો !
ભાવનગરમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઈ હોવાના પગલે ડુંગળીના ભાવ ઘટી રહ્યાં છે. બીજી તરફ સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર 20 ટકા ડ્યુટી લગાવી છે. જેથી નાના ખેડૂતો એક્સપોર્ટ કરી શકતા નથી. ત્યારે તેમની માગ છે કે એક્સપોર્ટ ડ્યુટી હટાવવામાં આવે અને સરકાર સહાયતા કરે છે.