દાહોદમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત, દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા

| Edited By: | Updated on: Sep 22, 2024 | 7:57 PM

દાહોદની તોરણી શાળાના આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોઢું દબાવીને હત્યા થઇ હોવાનો ખુલાસો પણ થયો છે. બાળકીની હત્યાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.

શિક્ષક એટલે બાળકોને ભવિષ્યની નવી રાહ ચીંધનાર ગુરૂ, પરંતુ આજના સમયમાં કેટલાક શિક્ષકોએ ગુરૂ-શિષ્યના સંબંધ પર કલંક લગાવ્યો છે. દાહોદમાં આવી જ એક લંપટ શિક્ષકોની ઘટના સામે આવી છે. દાહોદની તોરણી શાળાના આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોઢું દબાવીને હત્યા થઇ હોવાનો ખુલાસો પણ થયો છે. બાળકીની હત્યાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. તો, બીજી તરફ બોટાદના ઢસાની શાળામાં એક લંપટ શિક્ષક આનંદ જાનીએ બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા. જેનો વીડિયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બંને ઘટનાના દોષિત આરોપીઓને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સસ્પેન્ડ કર્યા છે અને આવા નરાધમ શિક્ષકો વિરૂદ્ધ કડક કાર્યવાહીના આદેશ કર્યા છે.