Surendranagar Video : સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકો આંદોલન હાથ ધરાયું, મહિલાઓએ રેલવે ટ્રેક ઉપર બેસી ટ્રેન રોકી
સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યું છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકો આંદોલન હાથ ધરાયું હતું.
સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ભારત બંધના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકો આંદોલન હાથ ધરાયું હતું.
ગણપતિ ફાટસર વિસ્તારમાં મહિલાઓ દ્વારા ટ્રેન રોકવામાં આવી છે. ગણપતિ ફાટસર વિસ્તારમાં મહિલાઓ રેલવે ટ્રેક પર બેસી ગઈ હતી. પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો દોડી આવ્યા હતા.
ભારત બંધના એલાનમાં, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, ગાંધીનગર, અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓ બંધમાં જોડાયા હતા.સાબરકાંઠાનું વિજયનગર, ઈડર અને અરવલ્લીનું ભિલોડા, શમાળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું.મહત્વનું છે કે SC, ST અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ છે.