Gandhinagar : ગાંધીનગરના યુવકે એક કલાકમાં 722 પુશઅપ કરી પાકિસ્તાનનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત

| Edited By: | Updated on: Nov 09, 2024 | 6:48 PM

ગાંધીનગરના યુવકે 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશઅપ કરીને ઈતિહાસ રચ્યો હતો. ખાસ વાત એ છે આ યુવકે પાકિસ્તાની યુવકની ચેલેન્જને સ્વીકારી પાકિસ્તાનનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો અને ગિનીસ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતીય પુશઅપ મેન રોહતાસ ચૌધરીએ ઈતિહાસ સર્જ્યો છે. પાકિસ્તાની યુવકે દિલ્લીના રોહતાસ ચૌધરીને સોશિયલ મીડિયા પર તેનો રેકોર્ડ તોડવા માટે ચેલેન્જ આપી હતી અને બોડી બિલ્ડર રોહતાસ ચૌધરીએ આ પડકારને સ્વિકાર્યો હતો. ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રોહતાસ ચૌધરીએ 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશઅપ કરીને પાકિસ્તાનનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો.

રોહતાસ ચૌધરીએ 722 પુશઅપ કરી ઈતિહાસ રચ્યો

પાકિસ્તાન બોડી બિલ્ડર અહમદ અમીનના નામે શરીર પર 27 કિલો 200 ગ્રામ વજન રાખી એક પગે એક કલાકમાં 534 પુશઅપનો કરવાનો રેકોર્ડ છે. જ્યારે રોહતાસ ચૌધરીએ 27 કિલો 800 ગ્રામ વજન સાથે એક કલાકમાં એક પગે 722 પુશઅપ કરી ઈતિહાસ રચ્યો. મહેનત અને જોશને કારણે રોહતાસ ચૌધરીએ પાકિસ્તાની યુવકના પડકારને વિશ્વાસ સાથે સ્વીકાર્યો અને જીત પણ હાંસલ કરી. 9 નવેમ્બર 2024ની તારીખ ભારત માટે ગિનીસ બુક ઓફ રેકોર્ડ સુવર્ણ અક્ષરે નોંધાશે. રોહતાસ ચૌધરીએ આ વર્લ્ડ રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કર્યો.