Rajkot : પદ્મિનીબા વાળાની લોરેન્સ બિશ્નોઇને ધમકી,‘સામે આવીને બતાવે તો અમે કોણ છે તે બતાવીએ’, જુઓ Video

| Edited By: | Updated on: Nov 01, 2024 | 2:19 PM

છેલ્લા ઘણા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અભિનેતા સલમાન ખાનને આપેલી ધમકીને કારણે ચર્ચામાં છે. લોરેન્સ ગેંગ દ્વારા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રિય સચિવ પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઇને ધમકી આપી છે.

છેલ્લા ઘણા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અભિનેતા સલમાન ખાનને આપેલી ધમકીને કારણે ચર્ચામાં છે. લોરેન્સ ગેંગ દ્વારા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રિય સચિવ પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઇને ધમકી આપી છે અને સાથે જ લોરેન્સને ગદ્દાર કહ્યો છે.

કરણી સેનાના રાષ્ટ્રિય સચિવ પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઇને ધમકી આપી છે. તેમણે કહ્યુ લોરેન્સ પીઠમાં છરી ભોંકનાર ગદ્દાર છે. સંતાકૂકડી નહીં, એકવાર સામે આવીને વાત કર. સામે આવીને બતાવે તો અમે કોણ છે તે બતાવીએ. સાથે જ તેમણે કહ્યુ કે કરણી સેનાના તમામ સૈનિકો રાજ શેખાવત સાથે છે. રાજ શેખાવત જ્યાં બોલાવશે ત્યાં અમે પહોંચીશું.

મહત્વનું છે કે લોરેન્સ બિશ્નોઈ એક ભારતીય ગેંગસ્ટર છે જે 2015 થી જેલમાં બંધ છે. તેના પર ગેરવસૂલી અને હત્યા સહિતના અનેક ગુનાહિત આરોપોનો સામનો કરવો પડ્યો છે. જોકે, તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેની ગેંગ સમગ્ર ભારતમાં કાર્યરત 700 થી વધુ શૂટર્સ સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.