Rajkot : રાજયમાં ચકચાર મચાવનાર GST કૌંભાડની તપાસ રાજકોટ પહોંચી, 5 શખ્સોની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં ચકચાક મચાવનાર GST કૌંભાડની તપાસનો રેલો હવે રાજકોટ સુધી પણ પહોંચ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કરચોરી કરવા માટે બનાવેલી નકલી કંપની પર તવાઈ બોલાવી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આશરે 15 જેટલી પેઢીઓ હાલ ક્રાઈમ બ્રાન્ચની રડાર પર છે.
ગુજરાતમાં ચકચાક મચાવનાર GST કૌંભાડની તપાસનો રેલો હવે રાજકોટ સુધી પણ પહોંચ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કરચોરી કરવા માટે બનાવેલી નકલી કંપની પર તવાઈ બોલાવી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આશરે 15 જેટલી પેઢીઓ હાલ ક્રાઈમ બ્રાન્ચની રડાર પર છે. GST કૌંભાડની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આમાંથી એક પેઢી પત્રકાર મહેશ લાંગા સાથે જોડાયેલી છે. પોલીસે આ કેસમાં 15 પેઢી સામે ગુનો નોંધી 5 શખ્સોની ધરપકડ કરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસ
રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામના પેઢીએ બોગસ બિલીંગ રજૂ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાની GST વિભાગમાં ફરિયાદ કરી હતી. જે પેઢીના પરમાર એન્ટરપ્રાઇઝ સાથે વ્યવહારો સામે આવ્યા છે તે પેઢીઓમાં રાજકોટ પોલીસની ટીમે એક સાથે દરોડા પાડ્યા.આ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, પરમાર એન્ટરપ્રાઇઝે સરકારને 61 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ
હાલ પોલીસ તપાસમાં કરચોરીનો આંકડો વધે તેવી પુરી શક્યતા છે. આ તપાસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલી પેઢી અને અન્ય બે પેઢીઓના નામ પણ ખૂલ્યા છે. હવે આગળ જતાં આ કૌભાંડ કેટલુ વિસ્તરેલું છે તે તો તપાસમાં જ ખુલાસા થઈ શકે છે.