ગુજરાતમાં મેઘરાજાએ કરી ઝમાવટ, વિસાવદરમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ, છેલ્લા 12 કલાકમાં 88 તાલુકામાં થઈ મેઘમહેર- Video

| Updated on: Jun 25, 2024 | 7:49 PM

ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામ્યુ છે અને મેઘરાજાએ જમાવટ કરતા 12 કલાકમાં 88 તાલુકામાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં વિસાવદરમાં મેઘરાજાએ જમાવટ કરતા એકસામટો 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બનસકાંઠામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં હવે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે.આજના દિવસે છેલ્લા 12 કલાકમાં 88 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમા સૌથી વધુ વરસાદ જુનાગઢના વિસાવદરમાં પડ્યો છે. વિસાવદમાં એકસાથે ચાર ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ પાણી પાણી થયા છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

સરેરાશ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 5 ટકા વરસાદ પડ્યો છે. જેમા ઉત્તર ગુજરાતમાં 2 ટકા, મધ્ય ગુજરાતમાં 4 ટકા, સૌરાષ્ટ્રમાં 6 ટકા, દક્ષિણ ગુજરાતમાં 6 ટકા વરસાદ ખાબક્યો છે. આ તરફ બનાસકાંઠામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે તો પાટણમાં સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે વરસાદ બાદ ગરનાળામાં પાણી ભરાયા અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. પાટણ ST ડેપોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

ગીર સોમનાથના તાલાલા- વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો. જેમા વેરાવળના માથાસુરીયા, લુંભા, અને કોડીધ્રા ગામે વરસાદ થયો. આંબળાસ ગામમાં સારો વરસાદ થતા રસ્તાઓ પાણી પાણી થયા છે. તો માથાસુરીયા ગામે વોકળાઓમાં ધસમસતો પ્રવાહ વહેતો થયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 25, 2024 07:48 PM