Banaskantha : ધાનેરા તાલુકામા ભારે વરસાદના પગલે રેલવેના પાટા ઉખડ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 18, 2023 | 1:26 PM

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે.

Banaskantha : બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદના કારણે ધાનેરા તાલુકામાં ભારે વરસાદથી રેલવેના પાટા ઉખડ્યા છે. પાણીના વહેણને પગલે રેલવેના પાટાનું વ્યાપક ધોવાણ થયુ છે. ધાનેરાના મોટી ડુગડોલ નજીકની રેલવેના પાટાનું ધોવાણ થયું છે. ટ્રેકને નુકસાન થતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે.

આ પણ વાંચો; Cyclone Biparjoy: વાવાઝોડાના પગલે રાજ્યમાં મોડી રાતથી સતત વરસાદ, કચ્છમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ ખાબક્યો

અમીરગઢમાં 3 ગામો બન્યા સંપર્ક વિહોણા

તો બીજી તરફ બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદના પગલે રોડનું નાળુ તૂટ્યાની ઘટના બની છે. અમીરગઢના રોડનું નાળુ તૂટતા લોકોને હાંલાકી થઈ છે. ભારે વરસાદના કારણે નાળુ તૂટતા 3 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 3 ગામના લોકોને અવર-જવર માટે એક જ રસ્તો હતો. જે ધોધમાર વરસાદના કારણે તૂટી ગયો છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો