બનાસકાંઠા: પુરવઠા અધિકારીએ શંકાસ્પદ દુધ ટેન્કરનો પીછો કરી દરોડો પાડ્યો, 6 સેમ્પલ અસુરક્ષિત જાહેર
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સધીમા મિલ્ક પ્રોડક્ટ પર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. શંકાસ્પદ ટેન્કરનો પીછો પુરવઠા અધિકારીએ કર્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો અને દુધનો 2000 લીટર જથ્થો જપ્ત કરીને ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા અધિકારીએ એક શંકાસ્પદ ટેન્કરનો પીછો કર્યો હતો. પીછો કર્યા બાદ અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં દૂધના 2000 લીટર જથ્થાને જપ્ત કરીને ચકાસણી કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફુડ વિભાગને પણ આ માટે સ્થળ પર બોલાવવામાં આવતા તેમના દ્વારા પણ 8 જેટલા દૂધની બનાવટના સેમ્પલ લઈને ચકાસણી હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર
ફૂડ વિભાગે પ્રાથમિક તપાસમાં જ 6 સેમ્પલને અનસેફ જાહેર કર્યા હતા. જેને લઈ તંત્ર અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સન સોફ્ટી દૂધના પાઉચ તરીકે વેચાણ કરવામાં આવ્યુ હતુ. સધીમાં મિલ્ક પ્રોડક્ટ પર પુરવઠા ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.