વિદેશ ભલે રહેતા મિલકત પ્રત્યે સજાગ રહેજો! અમદાવાદમાં બોગસ દસ્તાવેજથી મકાન વેચી દીધું

| Edited By: | Updated on: Dec 29, 2023 | 4:48 PM

ખોટા દસ્તાવેજ બનાવીને મિલ્કતને વેચી દેવાને લઈ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન મેમણ નામના શખ્શે ઉત્પલ અમીનનું મકાન ભાડવાતે મિત્ર ઈમરાનને મકાન વેચ્યું હતુ અને બાદમાં અન્ય શખ્શને વેચી દેવાયું છે. મૂળ માલિક અમેરિકા રહેતો હોવાને લઈ પોલીસે મોંઘીદાટ મિલકત બોગસ દસ્તાવેજથી વેચી દેવાને લઈ ફરિયાદ નોંધાઈ તપાસ શરુ કરી છે.

અમદાવાદ શહેરમાં વાડજ વિસ્તારમાં આવેલ હરીદાસ કોલોનીના એક મકાનને બોગસ દસ્તાવેજ આધારે વેચી દેવામાં આવ્યુ હતુ. ઈન્દ્રજીત રાવલ નામના ભાડવાતે પોતાના મિત્ર ઈમરાન મેમણને મકાન વેચી દીધું હતુ. મૂળ માલિક ઉત્પલ અમીન અમેરિકા રહેતા હતા અને જેમને અંધારામાં રાખીને આ મકાન વેચી દીધું હતું.

પોલીસે ગુનો નોંધીને ઈમરાન મેમણની ધરપકડ કરવામાં આવી છે. કુલ ત્રણ આરોપીઓએ આ મિલકત વેચવા માટે ખોટા દસ્તાવેજ ત્રણ વાર કર્યા હતા. જેમાં પ્રથમ આરોપી ઈન્દ્રજીત રાવલ મૃત્યુ પામ્યો છે. જ્યારે અન્ય એક આરોપીની પોલીસે ધરપકડ કરવા માટે કાર્યવાહી કરી હોવાનું ઝોન-1 ડીસીપી લવિના સિંહાએ મીડિયાને જણાવ્યું હતુ.

 

આ પણ વાંચોઃ  ઉત્તર ગુજરાતમાં ધાડ, લૂંટ અને ચોરીઓ આચરતી બિજુડા ગેંગ ઝડપાઈ, સાબરકાંઠા LCBને મળી મોટી સફળતા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 29, 2023 04:46 PM