Gandhinagar : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવશે ગુજરાત, સુપર સ્પેશિયલિટી હોસ્પિટલનું કરશે ખાત મુહૂર્ત

| Edited By: | Updated on: Sep 28, 2022 | 12:31 PM

આ કાર્યક્રમમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ,(CM Bhupendra patel)  ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ ( C R Patil) અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,મંત્રી નીમોષાબેન સુથાર અને ધારાસભ્ય સંભૂજી ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત દ્રોપદી મુર્મૂ  (President Droupadi Murmu) ૩ ઓકટોબરે ગુજરાત આવશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનુ ખાત મુહુર્તમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના વરદ હસ્તે કરાશે.મહત્વનું છે કે ગાંધીનગર સિવિલ કેમ્પસ માં (Gandhinagar civil hospital) 373 કરોડ ના ખર્ચે સ્પેશિયલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તૈયાર થશે.તો આ કાર્યક્રમમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ,(CM Bhupendra patel)  ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ ( C R Patil) અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,મંત્રી નીમોષાબેન સુથાર અને ધારાસભ્ય સંભૂજી ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.

સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલની વિશેષતા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલ 600 બેડ ની સુવિધા છે. આ હોસ્પિટલની બાજુમાં બનતી નવી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર કિડની હ્રદય ની લગતી ઓપીડી ,એકસરે ,સોનોગ્રાફી,એમ આર આઇ સહિત ના રેડિયોલોજી વિભાગ શરૂ કરવામાં આવશે. તો ક્રિટીકલ સેન્ટર તેમજ રેન બસેરા પણ ઉભુ કરાશે.