Surat : 14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, એકનું મોત, જુઓ Video
માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં માતા-પિતાને કહ્યા વિના જ કાર લઇને નીકળી પડેલા એક કિશોરે એક કાર અને બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક સવાર એક વ્યક્તિનું મોત થયુ છે.

સુરતના પાલ-ઉમરા બ્રિજ પર 14 વર્ષના સગીર કાર ચાલકે પૂરઝડપે કાર હંકારી બે બાઈક સવારને અને એક કાર ચાલકને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઈક પર સવાર બે પૈકી એકનું મોત થયુ છે. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મૃતક યુવકનું નામ ચિંતન માલવિયા હોવાનું સામે આવ્યું છે. સગીર કાર ચાલકને પણ ઈજાઓ પહોંચતા હાલ તે સારવાર હેઠળ છે.
ઘટના કઇક એવી છે કે ઘરના સભ્યો બહાર હતા ત્યારે સગીર ઘરેથી કાર લઈ મિત્રો સાથે નીકળ્યો હતો.થોડા દિવસ અગાઉ કામરેજ તાલુકામાં પણ આવી જ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.