એશિયાઈ સિંહના જતન માટે 3 જિલ્લાનો 1.84 લાખ હેકટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર

| Edited By: | Updated on: Sep 25, 2024 | 6:27 PM

અમરેલી, ગીર સોમાનાથ અને જૂનાગઢ એ ત્રણ જિલ્લાના 196 ગામની વન વિસ્તાર હેઠળ આવતી 24680.32 હેકટર જમીન અને વન વિસ્તારમાં ના આવતી હોય તેવી 1,59,785.88 હેકટર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે.

સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારની ચોતરફ કુલ 1.84 લાખ હેકટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના આ મહત્વના પગલાંને કારણે હવે અભ્યારણથી ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર ઓછામાં ઓછુ 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલો મીટર રાખવામાં આવ્યું છે.

ઈકો સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કુલ 196 ગામની જંગલ હેઠળ અને બિન જંગલની કુલ 1,84,466.20 હેક્ટર જમીનનો સમાવેશ કરાયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ધારી તાલુકાના કુલ- 72 ગામને સમાવવામાં આવ્યા છે. ગીરસોમનાથ જિલ્લાના ગીર-સોમનાથ, કોડીનાર, ઉના, અને તાલાલા તાલુકાના 65 ગામનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, માળીયા હાટીના, મેંદરડા અને વિસાવદર તાલુકાના કુલ-59 ગામને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવ્યા છે.

અમરેલી, ગીર સોમાનાથ અને જૂનાગઢ એ ત્રણ જિલ્લાના 196 ગામની વન વિસ્તાર હેઠળ આવતી 24680.32 હેકટર જમીન અને વન વિસ્તારમાં ના આવતી હોય તેવી 1,59,785.88 હેકટર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે.

(With input Kinjal Mishra Gandhinagar, Yogesh Joshi-Gir Somnath)