Surat : નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ ઉતર્યા હડતાળ, માગ પુરી નહીં થાય ત્યાં સુધી વિરોધની આપી ચીમકી, જુઓ Video
સુરતમાં પણ એક તરફ તબીબો હડતાળ પર ઉતર્યા છે. તો બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શ કરી રહ્યાં છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાતભરમાં કોલકતામાં દુષ્કર્મની ઘટનાના પગલે રેસીડેન્ટ તબીબો હડતાળ પર છે. ત્યારે સુરતમાં પણ એક તરફ તબીબો હડતાળ પર ઉતર્યા છે. તો બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શ કરી રહ્યાં છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
સફાઈ કર્મચારીઓ દ્વારા શિફ્ટ ડ્યુટી, યુનિફોર્મના પૈસા સહિતની વિવિધ માગને લઇને વિરોધ કરવામાં આવી રહ્યા છે. સફાઈ કર્મચારીના જણાવ્યા અનુસાર યુનિફોર્મના પૈસા કપાતા હોવા છતા યુનિફોર્મ આપતા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સફાઈ કર્મચારીઓનું કહેવુ છે કે બ્રેક સમયમાં સુઇ રહેતા કર્મીઓને હેરાન કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓનું કહેવુ છે કે જ્યાં સુધી માગ પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ કરવામાં આવશે.