અમદાવાદના કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું થયુ આગમન- જુઓ Video
દિવાળી પહેલા અમદાવાદના કાંકરિયા ઝૂમાં નવા પ્રાણીઓનું આગમન થયુ છે. મુલાકાતીઓ હવેથી મહારાષ્ટ્રના નાગપુર પ્રાણીસંગ્રહાલયમાંથી લાવેલી 2 વાઘણ અને 3 દીપડાની જોડીને નિહાળી શકશે.
અમદાવાદમાં આવેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં નવા પ્રાણીઓનું આગમન થયુ છે. અહીં આવેલા સહેલાણીઓ હવેથી કાંકરિયામાં 8 વાઘ અને વાઘણને નિહાળી શકશે. મહારાષ્ટ્રના નાગપુરના ગોરેવાડા પ્રોજેકટના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ સેન્ટરમાંથી 2 વાઘણ અને 3 દીપડા-દીપડીની જોડી અમદાવાદનાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવી છે. નિયમ પ્રમાણે એક માસ સુધી કવોરેન્ટાઈનમાં રાખ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શહેર પ્રમુખ દ્વારા મુલાકાતીઓને જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
ઉલેલ્ખનીય છે કે કવોરેન્ટાઈનમાં રાખવાથી નવા પ્રાણીઓ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના વાતાવરણ સાથે ટેવાઈ જાય તો સામે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી 90થી વધુ વિવિધ પશુ-પક્ષીઓ પણ નાગપુર ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ સેન્ટરમાં આપવામાં આવ્યા છે. અત્યારે હાલમાં કુલ 8 વાઘ અને વાઘણ છે. એક સિંહ અને બે સિંહણ છે. નાગપુરના પ્રાણીસંગ્રહાલયમાંથી લાવવામાં આવેલી બે વાઘણ અને છ દીપડાને મુલાકાતીઓને જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો