મોરબી બોગસ ટોલનાકું : ઉમિયા ધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલના રાજીનામાની માગ

| Edited By: | Updated on: Dec 08, 2023 | 4:37 PM

મોરબીના વાંકાનેર વઘાસિયામાં નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી તંત્રની નાક નીચે ચાલતું કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સક્રિય થયું છે. તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 8 કરોડથી વધુની છેતપિંડી આચરવામાં આવી છે.

મોરબીમાં બોગસ ટોલનાકા મામલે ઉમિયા ધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ ઉછળ્યા બાદ વિવાદ વધુ વકર્યો છે, ત્યારે હવે જેરામ પટેલના રાજીનામાની માગ ઉઠી રહી છે. આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ જણાવ્યું કે વઘાસિયામાં જે નકલી ટોલનાકું ઉભું કરવામાં આવ્યું હતું તે જેરામ પટેલની જમીન પર ધમધમતું હતું. આથી આ કેસની ન્યાયિક તપાસ પ્રભાવિત ન થાય એ માટે જેરામ પટેલે તાત્કાલિક સંસ્થાના પદ પરથી રાજીનામું આપવું જોઇએ.

બીજી તરફ પૂર્વ પાસ કન્વીનર અને કોંગ્રેસના નેતા મનોજ પનારાએ પણ જેરામ પટેલના રાજીનામાની માગ કરી છે. મનોજ પનારાએ જણાવ્યું કે જે વિવાદ સર્જાયો છે તેના કારણે પાટીદાર યુવાનોમાં નારાજગી છે. આથી જેરામ પટેલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ. પનારાએ આક્ષેપ કર્યો કે જેરામ પટેલ પોતાના પુત્રને બચાવવા તુરંત દોડી જાય છે, પરંતુ પાટીદાર સમાજની દીકરીઓ પર કેસ થાય છે ત્યારે કોઇ સ્ટેન્ડ નથી લેતા.

આ પણ વાંચો-લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર, 10 જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરાયા, જુઓ વીડિયો

મહત્વનું છે કે મોરબીના વાંકાનેર વઘાસિયામાં નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી તંત્રની નાક નીચે ચાલતું કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સક્રિય થયું છે. તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 8 કરોડથી વધુની છેતપિંડી આચરવામાં આવી છે.  તંત્રના નાક નીચે ચાલતું આ કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર સક્રિય બન્યું છે અને પોલીસની કાર્યવાહી બાદ હવે નકલી ટોલનાકા જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે.