નવસારીની સબજેલમાં કેદી અચનાક 30 ફૂટ ઉંચા આંબાના ઝાડ પર ચઢ્યો અને કેરી ખાવા લાગ્યો, Video થયો વાયરલ

| Edited By: | Updated on: Jun 13, 2024 | 2:34 PM

નવસારીમાં સબજેલમાં એક કેદી અચાનક ઝાડ પર ચઢીને કેરી ખાવા લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય કોઈ પણ જેલમાં કેદીઓને શિસ્તમાં રાખવામાં આવતા હોય છે. પરંતુ નવસારીની સબજેલમાં અચાનક કેદી ઝાડ પર ચઢ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

સામાન્ય કોઈ પણ જેલમાં કેદીઓને શિસ્તમાં રાખવામાં આવતા હોય છે. કેદીઓ માટે જેલમાં કેટલાક નિયમો બનાવવામાં આવેલા હોય છે. જેનું તેમને પાલન કરવાનું હોય છે. ગમે તેટલો ખતરનાક કેદી હોય પણ તે આ નિયમોનું પાલન કરે છે,  પરંતુ નવસારીની સબજેલમાં કેદી અચાનક ઝાડ પર ચઢ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ક્યાંનો રહેવાસી હતો આ કેદી ?

નવસારીમાં સબજેલમાં એક કેદી અચાનક ઝાડ પર ચઢીને કેરી ખાવા લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. ઝારખંડનો 21 વર્ષીય કાચા કામનો કેદી 30 ફૂટ ઉંચા ઝાડ પર ચઢ્યો હતો. કેદીએ અચાનક જેલમાં બૂમાબૂમ અને ધમાલ મચાવી હતી. જે પછી જેલના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. સબજેલના કર્મચારી અને ફાયર વિભાગે કેદીને ઝાડ પરથી ઉતારવાના કામે લાગ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઝાડ પર ચઢનાર કેદીએ અચાનક માનસિક સંતુલન ગુમાવ્યુ હતુ. જેના કારણે તે આ પ્રકારનુ વર્તન કરતો હોવાનું સામે આવ્યુ છે. અઆ ઘટના બાદ અંતે ભારે જહેમતથી સબજેલના કર્મચારી અને ફાયર વિભાગે કેદીને નીચે ઉતાર્યો હતો.

ક્યા ગુનામાં બંધ છે કેદી

નવસારીની સબજેલમાં આંબાના ઝાડ પર ચઢી જનાર કેદીનું નામ સંતોષ છે. ઉમરગામમાં મારામારી મુદ્દે જેલ કસ્ટડીમાં સંતોષ ધકેલાયો છે. કેદીને કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સક પાસે લઇ જવાયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો