રાજકોટમાં આજી નદીના પટમાં કરાશે મેગા ડિમોલિશન, 900થી વધુ દબાણો કરાશે દૂર- Video
રાજકોટ શહેરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે. આજી નદીના પટમાં થયેલા 900થી વધુ દબાણો દૂર કરવામાં આવશે. તંત્રએ દબાણ કરનારાઓને પ્રથમ નોટિસ આપવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે.
રાજકોટમાં આજી નદીના પટને ખુલ્લો કરવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. આજી નદીના પટમાં થયેલા 900 થી વધુ દબાણો દૂર કરવામાં આવશે, તંત્રએ દબાણ કરનારાઓને પ્રથમ નોટિસ મોકલી છે જે બાદ તબ્ક્કાબાર બીજી નોટિસ આપ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે. આજી નદીના તટમાં વર્ષોથી દબાણ થઈ રહ્યુ છે. આ તમામ દબાણો હટાવી એ જગ્યા ખુલ્લી કરવામાં આવશે.
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના જણાવ્યા મુજબ આજી નદીના પટમાં થયેલા દબાણો દૂર થશે લોકોને મુશ્કેલી ના પડે તે માટે દબાણ હટાવાયા નહોતા. હવે નોટિસ આપવામાં આવી છે,જે બાદ આ કાર્યવાહી કરવામાં આવશે.
આ અગાઉ રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અલગ અલગ ત્રણ તબક્કામાં આ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તંત્ર દ્વારા નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વૈકલ્પિક જગ્યાએ શિફ્ટ કરાયા બાદ નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો