Chhota Udepur : નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન, સારવાર અર્થે વડોદરા ખસેડાયો, જુઓ Video

| Edited By: | Updated on: Dec 21, 2024 | 3:41 PM

છોટાઉદેપુરની નસવાડીમાં રસ્તાને લઈને ચાલતા વિવાદના પગલે એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો છે. નવસાડીમાં મકાન પાસેના રસ્તાને લઈને વિવાદ ચાલતો હતો. જેના પગલે અનેક રજૂઆત કરવા છતા ઉકેલ ન આવતા આત્મવિલોપન કર્યું હતુ.

મળતી માહિતી અનુસાર નસવાડી ખાતે આવેલી શાળાના કમ્પાઉન્ડમાં જ યુવકે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. શ્રમિકોએ દોડી જઈ બચાવવાનો પ્રયાસ કર્યો છે. આત્મવિલોપન કરનાર ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક ધોરણે વડોદરામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

વડોદરાના પાદરામાં વેપારીએ કરી આત્મહત્યા

બીજી તરફ વડોદરાના પાદરાના મુવાલ ગામે વેપારીએ આત્મહત્યા કરી છે. આર્થિક સંકળામણના કારણે વેપારી દિનેશ પટેલે આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યુ છે. શિવ શક્તિ એન્ટરપ્રાઈઝ તેમજ પોતાનું ગોડાઉન સાથે મોટો વેપાર ધરાવતા હતા.મૃતક વેપારીના પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.