અમદાવાદમાં કંજંક્ટિવાઇટિસના કેસોમાં વધારો, એક દિવસમાં 1800 નવા કેસ નોંધાયા, જુઓ Video
AMC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કંજંક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ કેસની સારવારના ભાગરૂપે AMC દ્વારા આંખમાં નાખવાના ટીપાં અપાઇ રહ્યા છે.
Ahmedabad : એક તરફ અમદાવાદમાં કંજંક્ટિવાઇટિસના (conjunctivitis) કેસમાં વધારો થયો છે. તો બીજી તરફ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા છે. અમદાવાદમાં એક દિવસમાં UHC અને PHCમાં 1800 નવા કેસ નોંધાયા છે. જેની સામે આરોગ્ય વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટ્યા છે. જેથી 50 હજાર જેટલા નવા આંખના ટીપા મંગાવાયા છે.
આ પહેલા પણ 20 હજાર જેટલા ટીપા મંગાવાયા હતા મહત્વનું છે કે AMC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કંજંક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ કેસની સારવારના ભાગરૂપે AMC દ્વારા આંખમાં નાખવાના ટીપાં અપાઇ રહ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો