Vadodara : MS યુનિવર્સિટી હોસ્ટેલમાં દારૂકાંડ બાદ કડક નિયમો લાગુ કરાયા, બહારના વિદ્યાર્થી માટે લગાવાયો પ્રતિબંધ, જુઓ Video
દારૂબંધીની ભલે વાતો થતી હોય, પરંતુ વિદ્યાના ધામમાં જ દારૂબંધીના કાયદાના લીરેલીરા ઊડ્યાં હોવાની ઘટના વડોદરાની એમએસ યુનિવર્સિટીની (MS University) હોસ્ટેલમાં બની હતી. હોસ્ટેલમાં નિયમો કડક કરાયા છે. વિદ્યાર્થીઓએ ફરજિયાત આઈકાર્ડ રાખવું પડશે, સાથે જ બહારના વિદ્યાર્થી માટે પ્રતિબંધ લગાવાયો છે.
હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી વડોદરાની MS યુનિવર્સિટીના હોસ્ટેલમાં દારૂકાંડ બાદ છબી સુધારવાના પગલાં ભરાઈ રહ્યા છે. પકડાયેલા ત્રણ પૈકી બે વિદ્યાર્થીઓ તો બહારના હતા, અને જે વિદ્યાર્થી યુનિવર્સિટીનો હતો, તેને હોસ્ટેલમાંથી ટર્મિનેટ કરાયો છે. તો કાર્યવાહી માટે ચીફ વોર્ડનની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી, વિદ્યાર્થી અને વાલીઓને સાંભળ્યા બાદ સિન્ડિકેટમાં રિપોર્ટ રજૂ કરશે.
આ પણ વાંચો : Gujarati Video : વડોદરાના મહુડી ભાગોળ વિસ્તારમાં ફાટ્યો ગેસનો બોટલ, આગ પર કાબૂ મેળવ્યો
તો બીજી તરફ યુનિવર્સિટીની છબી ખરાબ કરતી ઘટના બાદ હોસ્ટેલમાં નિયમો કડક કરાયા છે. વિદ્યાર્થીઓએ ફરજિયાત આઈકાર્ડ રાખવું પડશે, તો બહારનો વિદ્યાર્થી આવી શકશે નહીં. પ્રવેશ અને નીકળતી વખતે નોંધ લેવાશે. સાથે જ હોસ્ટેલમાં આવતા તમામના સામાનની પણ તપાસ થશે. સુકા ભેગું લીલું પણ બળે, તેવી સ્થિતિ ન થાય તેવી માગ યુથ કોંગ્રેસે કરી છે અને નોકરી કરતાં વિદ્યાર્થીઓ માટે સમયમાં છુટછાટ આપવાની માગ કરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો