Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેતા બોરીસણા ગામના લોકો સહિત 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 13, 2024 | 2:34 PM

ખ્યાતિ હોસ્પિટલ મામલે આજે બોરીસણા ગામના લોકો 11 દર્દી સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગઈકાલે સાંજે દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો હતો. જે બાદ આજે 11 દર્દી સહિત ગામ લોકો પોલીસ સ્ટેશન હાજર રહ્યાં હતા. આ સાથે જ ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરીસણા ગામમાં આયોજન કરવામાં આવેલા કેમ્પમાંથી 19 જેટલા દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 2 દર્દીના મોત નિપજતા ખળભળાટ મચ્યો હતો.

આજે બોરીસણા ગામના લોકો 11 દર્દી સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગઈકાલે સાંજે દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો હતો. જે બાદ આજે 11 દર્દી સહિત ગામ લોકો પોલીસ સ્ટેશન હાજર રહ્યાં હતા. આ સાથે જ ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી છે.

ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર બનશે ફરિયાદી

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલોને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બેઠક પૂર્ણ થઈ છે.જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર ફરિયાદી બનશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ આગામી સમયમાં હોસ્પિટલમાં પ્લાન્ડ સર્જરી માટે ખાસ SOP બનાવવા અંગેની વાત કરી છે.

શું હતી સમગ્ર ઘટના

મહેસાણા જિલ્લાના કડીના બોરીસણા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 10 દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તમામ દર્દીઓને જાણ કર્યા વગર જ એન્જીયોગ્રાફી કરી હતી. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત થતા સમગ્ર ઘટના સામે આવી હતી.