Gujarati video: યુ.એન મહેતામાં સિનિયર તબીબ નર્સિંગ સ્ટાફ સાથે છેડછાડ-અડપલાં કરતા હોવાનો આક્ષેપ
આ ઘટનામાં નોકરી જવાના ડરે એક મહિલાએ નામ લખ્યા વગર ગૃહ પ્રધાન, મહિલા આયોગ, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે હાલ તો સમગ્ર મામલે વિવાદ થતા હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપો ફગાવ્યા છે. હવે આ ઘટનામાં આગળ ઉપર કોઈ કામગીરી થાય છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી રહે તેવી પરિસ્થિતિ થાય છે .
અમદાવાદમાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં સિનિયર તબીબ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લાગતા ખળભળાટ મચ્યો છે. ઘટનાની વાત કરીએ તો સિનિયર તબીબ મહિલા સ્ટાફ સાથે અભદ્ર ભાષામાં વાત કરતા હોવાનો અને નર્સિંગ સ્ટાફ સાથે છેડછાડ-અડપલાં કરતા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આ મામલે મહિલાઓએ હોસ્પિટલમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ કમિટીએ ફરિયાદ લેવાની ના પાડી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે.
આ ઘટનામાં નોકરી જવાના ડરે એક મહિલાએ નામ લખ્યા વગર ગૃહ પ્રધાન, મહિલા આયોગ, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે હાલ તો સમગ્ર મામલે વિવાદ થતા હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપો ફગાવ્યા છે. હવે આ ઘટનામાં આગળ ઉપર કોઈ કામગીરી થાય છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી રહે તેવી પરિસ્થિતિ થાય છે .
નોંધનીય છે કે યુ.એન. મહેતા હાર્ટની બિમારીઓ માટે ખૂબ જાણીતી હોસ્પિટલ છે અને સામાન્ય લોકોથી માંડીને વીવીઆઇપી લોકોની અહીં સારવાર થતી હોય છે ત્યારે આ પરિસ્થિતિ દરમિયાન આ ખૂબ ગંભીર આક્ષેપો સામે આવતા ફરી એક વાર હોસ્પિટલમાં વિવાદ સામે આવ્યો છે કે મહિલાઓ સામે અહીં અયોગ્ય વર્તન થઈ રહ્યું છે જેના કારણે મહિલા નાસીપાસ થતા માધ્યમોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જોકે આ મહિલા કોણ છે અને તેણે લગાવેલા આરોપો ખૂબ ગંભીર છે ત્યારે સિનિયર સામે થયેલા આક્ષેપમાં આગળ શું કામગીરી થશે તે જોવું રહ્યું.