રાજ્ય સરકારના કર્મચારીઓની દિવાળી સુધરી, 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
OPSને લઇને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 1-4-2005 પહેલાના કર્મચારીઓને OPSનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના ત્રણ જેટલા મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે યોજેલી બેઠકો બાદ આ નિર્ણયો લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓની દિવાળી સુધરી છે. OPSને લઇને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 1-4-2005 પહેલાના કર્મચારીઓને OPSનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી રાજ્યના 60 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર 200 કરોડનું ભારણ પડશે.
રાજ્ય સરકારના ત્રણ જેટલા મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે યોજેલી બેઠકો બાદ આ નિર્ણયો લેવામાં આવ્યો છે. OPS ઉપરાંત બેઠકમાં ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ/વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમા પગાર પંચ પ્રમાણે આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ બેઝીક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમા પગાર પંચ મુજબ આપવામાં આવશે. મુસાફરી અને દૈનિક ભથ્થાના દર પણ સુધારવામાં આવશે. તો વયનિવૃતિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવામાં આવશે.