ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 13 પર પહોંચ્યો, અમદાવાદમાં સૌથી વધુ કેસ , જુઓ વીડિયો

| Updated on: Dec 21, 2023 | 11:50 AM

કોરોનાની દસ્તક બાદ ગાંધીનગર સિવિલ તૈયાર છે. અન્ય શહેરમાં પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના નવા વેરીએન્ટને લઈને મનપા તૈયાર છે. રાજકોટ મનપાનાં આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાતા રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે. તો વડોદરામાં નવા વેરિઅન્ટ સામે આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયું છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 13 પર પહોંચ્યો છે. ગાંધીનગરમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ અને પુરુષ કોરોનાથી સંક્રમિત થઇ છે. સૌથી વધુ અમદાવાદમાં 7 દર્દી છે. જો કે અમદાવાદના તમામ કેસ પાછલા એક સપ્તાહના છે.

અમદાવાદમાં જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયેલા છે. 7માંથી 5 કેસ વિદેશથી આવેલા છે. 5 દર્દીઓ ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરથી આવેલા છે. તો 2 કેસની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 4 મહિલા અને 3 પુરૂષ હાલ હોમ આઇસોલેશનમાં છે.આ તમામ દર્દીઓ 15થી 70 વર્ષ સુધીની ઉમરના છે. તમામ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલાયા છે.

ગાંધીનગર અને મહેસાણામાં પણ કેસ

ગાંધીનગરમાં પણ બે મહિલા અને એક પુરૂષને કોરોના થયો છે. આ તમામ દર્દીઓએ દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો હતો. મહેસાણાના દેદીયાસણ ગામે કોરોનાના બે કેસ સામે આવ્યા છે. દેદીયાસણ ગામનો પરિવાર કેરળ ખાતે ફરવા ગયો હતો.

આ પણ વાંચો-રાજકોટ વીડિયો : આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ શરૂ કરાયા

શહેરોમાં કોરોના સામે તૈયારી શરુ

મહત્વનું છે કે કોરોનાની દસ્તક બાદ ગાંધીનગર સિવિલ તૈયાર છે. અન્ય શહેરમાં પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના નવા વેરીએન્ટને લઈને મનપા તૈયાર છે. રાજકોટ મનપાનાં આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાતા રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે. તો વડોદરામાં નવા વેરિઅન્ટ સામે આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયું છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે સુરતમાં નવા વેરિઅન્ટ JN.1ને લઇને તંત્ર દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરાયું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો