Gandhinagar : દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ, જુઓ Video

|

Oct 11, 2024 | 12:35 PM

હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. ગઇકાલે કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો પણ હતો. ત્યારે ગાંધીનગરના દહેગામમાં આવેલા એક રાવણને વરસાદથી બચાવવા રેઇનકોટ પહેરાવવામાં આવ્યો છે.

આજે નવરાત્રીનો નવમો દિવસ છે, ત્યારે રાવણ દહનને લઈને લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે, તેનો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે,જો કે બીજી તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. ગઇકાલે કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો પણ હતો. ત્યારે ગાંધીનગરના દહેગામમાં આવેલા એક રાવણને વરસાદથી બચાવવા રેઇનકોટ પહેરાવવામાં આવ્યો છે.

રામની સેનાએ વિજયદશમી (દશેરા)એ રાવણનો સંહાર કરેલો. આ સંદર્ભમાં દશેરાએ રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ. ગાંધીનગરના દહેગામમાં પણ આ વર્ષે 40 ફૂટ ઊંચુ રાવણનું પૂતળુ બનાવવામાં આવ્યુ છે. જો કે બીજી તરફ હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદ થવાની આગાહી કરી છે, ત્યારે 40 ફૂટના રાવણના પૂતળાને બચાવવા માટે આયોજકોએ તેને રેઇનકોટ પહેરાવ્યો છે.

મહત્વનું છે કે દહેગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઈસ્કૂલના મેદાનમાં રાવણદહનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. જો કે બીજી તરફ દશેરામાં પણ વરસાદનું વિઘ્ન આવી શકે તેમ છે. જેથી 40 ફૂટ ઉંચા પૂતળાને રેઈનકોટ પહેરાવવામાં આવ્યો છે.

Next Video