Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 10, 2024 | 2:27 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં 3 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરમાં 2 કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં 3 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરમાં 2 કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસનની ભીંતિ છે.

પાલનપુર વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાક કોહવાશે તેવુ ખેડૂતોનું કહેવુ છે. બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા મગફળી, બાજરી અને ઘાસચારા સહિતના પાક નુકસાન થઈ શકે છે.

મહીસાગરમાં ભારે વરસાદ

બીજી તરફ મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ યાત્રીઓ પરેશાન થયા હતા. ખેતરો અને ડુંગરોમાંથી પાણી આવતા પાણી ભરાયા છે.