ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના રેકોર્ડબ્રેક ભાવથી ખેડૂતો ખુશખુશાલ, 20 કિલોના ભાવ રૂપિયા 8,640 નોંધાયા
ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના રેકોર્ડબ્રેક ભાવથી ખેડૂતો ખુશખુશાલ છે. ગોંડલમાં 20 કિલો લસણના ભાવ રૂપિયા 8640 નોંધાયા છે. જે ભાવ નવેમ્બર માસમાં 3500થી 4000નો હતો. સારી ગુણવત્તાના લસણના ભાવ કિલોના 500થી પણ ઊંચા બોલાઈ રહ્યા છે. ત્યારે રિટેલમાં તેનાથી પણ ઊંચા ભાવે લસણ વેચાય છે.
હાલ લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે એક તરફ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, તો ગૃહિણીઓ ઊંચા ભાવના કારણે પરેશાન છે. તો ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના રેકોર્ડબ્રેક ભાવથી ખેડૂતો ખુશખુશાલ છે. ગોંડલમાં 20 કિલો લસણના ભાવ રૂપિયા 8640 નોંધાયા છે. જે ભાવ નવેમ્બર માસમાં 3500થી 4000નો હતો.
ભાવ વધવાના કારણની વાત કરીએ તો, બજારમાં જૂનુ લસણ લગભગ સમાપ્ત થઈ ગયું છે. જ્યારે કે નવા લસણની આવક શરૂ થઈ નથી. જેના કારણે ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જોકે હાલ તો બે મહિના સુધી નવા લસણની આવક થાય તેવી શક્યતા ઓછી છે. જેના કારણે હજુ ભાવ વધારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો Rajkot Video : રણછોડનગરમાં આરોગ્ય વિભાગના દરોડા, શંકાસ્પદ ઘીના નમૂના લીધા