Jamnagar Video : સોનલનગર વિસ્તારની આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવતા હોવાનો વીડિયો થયો વાયરલ
જામનગરની આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્માના પાઠ ભણવવામાં આવતા વિવાદ સર્જાયો છે. જામનગરના સોનલનગર વિસ્તારની આંગણવાડીની ઘટના હોવાનું સામે આવ્યુ છે.
Jamnagar News : એક તરફ વડોદરાની એક આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતો વીડિયો સામે આવ્યો ત્યાં બીજી તરફ જામનગરની આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્માના પાઠ ભણવવામાં આવતા વિવાદ સર્જાયો છે. જામનગરના સોનલનગર વિસ્તારની આંગણવાડીની ઘટના હોવાનું સામે આવ્યુ છે. બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવતો વીડિયો વાયરલ થતા ચકચાક મચી ગઈ છે. મહાનગરપાલિકા તંત્ર હજુ પણ અજાણ છે.
વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રશ્ન હતો કે તાજીયા વખતે શું બોલવામાં આવે છે ? જેના જવાબમાં વિદ્યાર્થીઓએ ‘યા હુસેન યા હુસેન’ના નારા લગાવ્યા છે. આ ઘટના અંગે આંગણવાડી સંચાલિકા કહ્યું કે અમને દરરોજની ક્રિયાઓ માટે મેસેજ આવે છે, ઈદની ઉજવણી માટે મેસેજ આવ્યો અમે કાર્ય કરાવ્યું. અમે જન્માષ્ટમી , હોળી સહિતના તહેવાર પણ આ જ રીતે ઉજવ્યા છે.
( વીથ ઈનપુટ – દિવ્યેશ વાયડા )