Mehsana News : CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવીન બહુચરાજી મંદિરનું કર્યું ખાતમુહૂર્ત, જુઓ Video

| Edited By: | Updated on: Aug 23, 2024 | 4:47 PM

આજે CM ભુપેન્દ્ર પટેલના હસ્તે નવીન બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે. આ મંદિરની ઉંચાઈ 86.1 ફૂટ હશે. આ મંદિરનો વિકાસ પણ સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કુલ 80 કરોડની આસપાસ રકમ ખર્ચાશે અને આખા મંદિરનું નવેસરથી નિર્માણ કરવામાં આવશે.

મહેસાણાના શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે CM ભુપેન્દ્ર પટેલના હસ્તે નવીન બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે. આ મંદિરની ઉંચાઈ 86.1 ફૂટ હશે. આ મંદિરનો વિકાસ પણ સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કુલ 80 કરોડની આસપાસ રકમ ખર્ચાશે અને આખા મંદિરનું નવેસરથી નિર્માણ કરવામાં આવશે. મંદિરની આસપાસ અન્ય વિકાસના કામ પણ કરવાની વાત સરકાર કરી રહી છે.

જો કે આ મંદિર 15 વર્ષ પહેલા જ બનાવાયું હતું. માત્ર થોડા જ સમયમાં મંદિરનું શિખર પણ તૂટી ગયું હતું. એટલું જ નહી ચોમાસામાં મંદિરમાં પાણી પણ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. અગાઉ મંદિર જે એજન્સીએ બનાવ્યું તેની બેદરકારી સામે હજુ પણ પગલાં નથી લેવાયા. એજન્સી વિરૂદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી તે વિષય પર પણ સવાલો થઈ રહ્યા છે.