છોટાઉદેપુર: નસવાડી તંત્રએ કર્યુ અક્કલનું પ્રદર્શન, વીજપોલ હટાવ્યા વિના જ બનાવી દેવાયો રસ્તો- વીડિયો
છોટા ઉદેપુરના નસવાડીનો રસ્તો જોઈને પહેલી નજરે તો એવુ જ લાગે કે વાહ કહેવુ પડે તંત્રના અધિકારીઓનુ. નવો રસ્તો બનાવ્યો પરંતુ થાંભલો હટાવવાનુ ભૂલી ગયા. તેમને આટલો મોટો થાંભલો રસ્તાની બરાબર વચ્ચોવચ્ચ વાહનચાલકોને અડચણરૂપ બને તેવો વિચાર જ ન આવ્યો. આને કહેવાય તંત્રની બલિહારી..
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના તંત્રના રોડ બનાવનારા અધિકારીઓનું તો કહેવુ જ શું. જે બુદ્ધિનું પ્રદર્શન તેમણે રસ્તો બનાવવામાં કર્યુ છે તેવી કોઈ કલ્પના પણ ભાગ્યે જ કરી શકે. આના કરતાં તો અભણ માણસોને કીધું હોય તો સરસ રસ્તો બનાવી દે. તમે રસ્તા પર વાહન ચલાવીને જતાં હોવ અને રસ્તાની બરાબર વચ્ચે જ આવો થાંભલો આવી જાય તો તમારા મગજમાં કેટલા બધા વિચાર આવે ? કે આ શું છે ? કોણ છે આવા કામોનો કરનાર ? આ કામ જોનારું કોઈ નથી ? શું સરકારી રૂપિયાનો આવો દુરુઉપયોગ કરવાનો ?
હકીકતમાં છોટાઉદેપુરના નસવાડીમાં પોચબા-વાડીયા રોડ પર આ નવો રસ્તો બની રહ્યો છે. પરંતુ આ નવા ડામર રોડની વચોવચ થાંભલો દેખાઈ રહ્યો છે. વીજપોલને હટાવ્યા વગર જ રસ્તાનું કામ કરી દેવાયું છે. રૂપિયા બે કરોડના ખર્ચે બની રહેલા આ નવા રોડ જોઈને લોકો તંત્રની ઝાટકણી કાઢી રહ્યા છે. તેઓ પૂછે છે કે આખરે આટલી હદની બેદરકારી કરનાર છે કોણ ?
માની લો કે પોલ ને હટાવવાની કદાચ મંજૂરી ન મળી પણ ઝાડને હટાવવાનીની પણ મંજૂરી નહીં મળી હોય ? વાહનો અહીંથી અવર જવર કરે છે ત્યારે નમી ગયેલો પોલ કયારે ધરાશાયી થઈ જાય તો કંઈ કહેવાય નહીં. રોડનું મેટલીંગ કરવામા આવ્યું છે તેની બાજુમાં પીચિંગ માટે પણ લોકોના વિરોધ છતાં ખેતરની કાળી માટી નાખી દેવાઈ છે. આવું અણઘડ કામ કરવામાં કોનો કોનો હાથ છે એ શોધીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી ગામલોકોની માગ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો