Surat : ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરીનો પર્દાફાશ ! એકની ધરપકડ, 21 લાખનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video
ગુજરાતમાંચાઈનીઝ દોરીના ઉપયોગ પ્રતિબંધ હોવા છતા પણ ચાઈનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ પ્રતિબંધ હોવા છતા પણ ચાઈનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કન્ટેનરમાં ચાઈનીઝ દોરીનો જથ્થો અમદાવાદ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. 11 લાખની કિંમતની ચાઈનીઝ દોરીના જથ્થા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. LCB દ્વારા બે શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે. કુલ 21 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
વડોદરામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ
બીજી તરફ વડોદરામાંથી પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ છે. ચાઈનીઝ દોરી વેચાણ કરતી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે.પાણીગેટ, મેમણ શોપિંગ સેન્ટરથી ચાઈનીઝ દોરી ઝડપાઈ છે. ચાઈનીઝ દોરીના 480 બોક્સ સહિત કુલ 2.48 લાખનો જથ્થો જપ્ત કરાયો છે. જો કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.