ભરૂચ વીડિયો : APMC માર્કેટની દિવાલ ધરાશાયી થતા વેપારીઓમાં ફફડાટ, રાતે ઘટના બનવાથી જાનહાની ટળી

| Updated on: Jun 26, 2024 | 2:18 PM

ભરૂચ : ભરૂચના 500 જર્જરિત મકાન ધારકોને મકાન ખાલી કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડના આદેશની કાર્યવાહીના ગણતરીના સમયમાં ભરૂચ એપીએમસી નરકેટમાં દીવાલ ધરાશાયી થતા ફફડાટ ફેલાયો છે. 

ભરૂચ : ભરૂચના 500 જર્જરિત મકાન ધારકોને મકાન ખાલી કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડના આદેશની કાર્યવાહીના ગણતરીના સમયમાં ભરૂચ એપીએમસી માર્કેટમાં દિવાલ ધરાશાયી થતા ફફડાટ ફેલાયો છે.

ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ બજારમાં રાતના સમયે પહેલા માળની દુકાનોની દીવાલ ધરાશાયી થઇ હતી. દિવસ દરમિયાન અહીં ભારે ચહલ -પહલ રહેતી હોય છે. દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો  મોટા નુકસાનની ચિંતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરાઈ હતી.

સ્થાનિક દુકાનદારોએ દિવાલ ધરાશાયી થવાની ઘટનાના કારણે રોષ વ્યક્ત કર્યો હતો. બિલ્ડીંગ વેપારીઓ અને ગ્રાહકો માટે જોખમી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

Published on: Jun 26, 2024 02:10 PM