દેવદિવાળીને લઈ ખેડબ્રહ્માં અંબાજી મંદિરે ભક્તોની ભીડ, 56 ભોગ અન્નકૂટ ધરાવાયો, જુઓ

| Updated on: Nov 27, 2023 | 6:05 PM

કાર્તકી પૂર્ણિમાને લઈ આજે મંદિરોમાં ભક્તોની મોટી ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી ભક્તોની ભીડ મંદિરોમાં કતારોમાં ઉભા રહી દર્શન કરતી જોવા મળતી હોય છે. કાર્તકી પૂનમને ભગવાનને પણ આજે સુંદર સજાવવામાં આવ્યા હોય છે. શામળાજી અને અંબાજીના મંદિરોમાં આવાજ શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ભગવાનના દર્શન કરવા ઉમટ્યા હતા. ખેડબ્રહ્માના અંબાજી મંદિરે પણ ભક્તો સોમવારે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

કાર્તકી પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ મંદિરોમાં મોટી સંખ્યામાં જોવા મળી હતી. વહેલી સવારે મંદિરના દ્વાર ખૂલતા અગાઉ જ મંદિરોમાં ભક્તોની કતારો જામી હતી. પૂનમને લઈ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માં આવેલ પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે પણ ભક્તોની ભીડ ઉમટી હતી. નાના અંબાજી ઓળખતા આ યાત્રાધામમાં મેળાનો માહોલ જામ્યો હતો.

આ પણ વાંચોઃ હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન, લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા

મંદિરમાં બિરાજમાન માતા અંબાજીને દેવ દિવાળીને લઈ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં આજે 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. માતાજીને સુંદર શણગાર સજાવવામાં આવ્યો હતો. સોનાથી મઢેલ ગર્ભગૃહને પણ દેવદિવાળીને લઈ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 27, 2023 06:05 PM