કબૂતરબાજીના કૌભાંડ બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા, ખોટી રીતે ફસાવ્યાનો પરિવારજનોનો આક્ષેપ, કિરણ પટેલના ઘાટલોડિયાના મકાન પર તાળુ

| Edited By: | Updated on: Jan 13, 2024 | 9:33 PM

કબૂતરબાજીનું કૌભાંડ સામે આવ્યા બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ખોટી રીતે ફસાવ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. મહેસાણાના સાદડી ગામના એજન્ટના અમદાવાદ ખાતેના બંગલો પર તાળુ જોવા મળ્યુ છે. ઘાટલોડિયામાં આવેલા તેમના બંગલો પર તાળુ જોવા મળ્યુ છે અને તે પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

કબૂતરબાજીના દેશવ્યાપી કૌભાંડમાં મહેસાણાના સાદડી ગામના એજન્ટ કિરણ પટેલનું પણ નામ સામે આવ્યુ છે. આ એજન્ટનુ અમદાવાદના ઘાટલોડિયામાં બંગલો આવેલો છે. વિશ્વાસ બંગલોમાં રહેતો કિરણ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે તેના મકાનમાં કોઈ પ્રવેશ ન કરે તે માટે એક માણસ રાખ્યો છે. જે મીડિયાને પણ અંદર જવા નથી દેતો. CID ક્રાઈમે કિરણ પટેલના ઘરે તપાસ કરતા તે ત્યાં મળી આવ્યો ન હતો. ઘાટલોડિયાના મકાનમાં બહારથી તો તાળુ છે છતા અંદર કોઈ હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે.

એજન્ટ ભાર્ગવ દરજી પણ ભૂગર્ભમાં

કબૂતરબાજીના કૌભાંડમાં કુલ 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો છે. હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એજન્ટ ભાર્ગવ દરજી અમદાવાદમાં ન્યૂ રાણીપ ખાતે જ રહે છે. આ તરફ ગાંધીનગરના કલોલના ત્રણ એજન્ટોના નામ પણ સામે આવ્યા છે. tv9ની ટીમ જ્યારે એજન્ટ સંદીપ પટેલના ઘરે પહોંચી ત્યારે તેના ઘરે પણ તાળુ મારેલુ જોવા મળ્યુ. સંદીપ પટેલ પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેમજ તેના પરિવારના કોઈ સભ્યો પણ હાજર નથી.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન 2024નો કરાવ્યો પ્રારંભ, પતંગબાજોની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે વોટ્સએપ નંબર જાહેર

એજન્ટ બિરેન પટેલને ખોટી રીતે ફસાવાયો હોવાનો પરિવારનો આક્ષેપ

કલોલનો જ બીજા એજન્ટ બિરેન પટેલના ઘરે તાળુ તો નથી. પરંતુ બિરેન તેના ઘરે હાજર નથી. બિરેનનો પરિવાર તેના ઘરે જ છે અને પરિવારનો દાવો છે કે બિરેનને ખોટી રીતે ફસાવાયો છે. બિરેનના માતાનો દાવો છે કે તે આંગડિયા પેઢીમાં કામ કરે છે અને છેલ્લા બે ત્રણ દિવસથી મિત્રો સાથે ફરવા ગયો છે. તે ઘર છોડીને ક્યાંય ગયો નથી. CID ક્રાઈમની ટીમ સાથે પણ પરિવારે વાતચીત કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો