Morbi : બોગસ ડોક્ટરો પકડવાનો સિલસિલો યથાવત ! ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 20, 2024 | 1:00 PM

મોરબીના વિવિધ વિસ્તારોમાંથી નકલી ડોકટરો પકડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 બોગસ ડોકટર ઝડપાયા છે. હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનું ચલાવતા હતા.

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની વણઝાર લાગી છે. મોરબીના વિવિધ વિસ્તારોમાંથી નકલી ડોકટરો પકડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 બોગસ ડોકટર ઝડપાયા છે. હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનું ચલાવતા હતા. ટંકારાના બંગાવડી ગામેથી એલોપેથીક દવા આપી સારવાર કરતો ડોકટર પકડાયો છે.

મોરબીથી ઝડપાયો હતા 3 બોગસ ડોકટર

બીજી તરફ આ અગાઉ મોરબીમાં તબીબ ઝડપાયો હતો. મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા હતા. મોરબીમાં નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિક નામનું દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. કોઈપણ પ્રકારની ડીગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક દવા આપીને સારવાર કરતો હતો. આ સ્થળ ઉપરથી પોલીસ દ્વારા દવાઓ સહિત 8 હજાર 941 રૂપિયાની કિંમત નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.