Ahmedabad: કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

|

Oct 05, 2024 | 11:22 PM

અમદાવાદમાં ફરી એકવાર વિદ્યાના મંદિરમાં દારૂની મહેફિલ માણી રહેલાની ધરપકડ કરી છે, પોલીસ નવરાત્રીના આયોજન બાબતે સુરક્ષાની સૂચના આપવા પહોચી હતી. પોલીસે 5 આરોપીની ધરપકડ કરી તે ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આ દારૂ આરોપી ક્યાંથી લાવ્યા હતા અને દારૂની મેહફીલમાં અન્ય કોઈની સડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સરખેજમાં એલ.જે કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ ઝડપાઇ હતી, જેમાં નવરાત્રી આયોજન બાબતે પોલીસ સુરક્ષાની સૂચના આપવા કોલેજ કેમ્પસમાં પહોંચી તો ગરબાની રમઝટ વચ્ચે સિક્યુરિટી ગાર્ડ દારૂની મહેફિલ માળી રહ્યા હતા જે બાદ પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે દારૂની મહેફિલનો ગુનો નોંધી સિક્યુરિટી ઇન્ચાર્જ સહિત 5 આરોપીની કરી ધરપકડ છે.

વિદ્યાના મંદિરમાં દારૂની મેહફીલ માણી

પોલીસ કસ્ટડીમાં લીધેલા આરોપીઓ નીતેષસિંગ રાજપુત, બાબુસિંગ રાજપુત, ઉપેન્દ્રસિંગ યાદવ, સોનુસિંગ રાજપુત અને ગોવિદસિંહ રાજપુતની દારૂની મહેફિલ માણતા સરખેજ પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાના મંદિરમાં દારૂની મેહફીલ માણી રહેલા આરોપીઓને લઈને સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.

વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ પોલીસે જપ્ત કર્યા

સમગ્ર ધટનાની વાત કરીએ તો સરખેજમાં આવેલી એલ.જે કોલેજના કેમ્પસમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી સરખેજ પોલીસ સુરક્ષાની ચેકીંગ લઈને કોલેજનાં કેમ્પસ પહોંચી હતી અને સિક્યુરિટી ગાર્ડના રૂમમાં સૂચના આપવા માટે પોલીસ પ્રવેશ કર્યો, ત્યારે દારૂની મેહફીલ માણતા આરોપીઓ પકડ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ પોલીસે જપ્ત કરીને દારૂની મેહફીલ ગુનો નોંધ્યો છે.

કોલેજના સિક્યુરીનાં ઇન્ચાર્જ દારૂની મેહફીલનું આયોજન કર્યું

દારૂની મેહફીલ માણતા આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જેમાં કોલેજના સિક્યુરીનાં ઇન્ચાર્જ નિતેશસિંગ રાજપૂતે દારૂની મેહફીલનું આયોજન કર્યું હતું અને અન્ય સિક્યુરિટી ગાર્ડ મિત્રોને બોલાવ્યા હતા. આ દારૂ આરોપી ક્યાંથી લાવ્યા હતા અને દારૂની મેહફીલમાં અન્ય કોઈની સડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ અગાઉ કેટલી વાર દારૂની પાર્ટી કરી છે જેને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Health Tips: નવરાત્રિમાં ખાઓ આ શાકાહારી વસ્તુઓ, શરીરમાં નહીં થાય પ્રોટીનની ઉણપ

Next Video