રાજકોટ વીડિયો : રામનાથ મંદિરમાં યુવાનોએ નશેડીની જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવતા ભક્તોમાં રોષ, 3 યુવકની ધરપકડ
રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોએ અશોભનિય વર્તન કર્યુ હોવાની ઘટના બની છે. તેમજ યુવાનોએ નશેડી જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવી હતી. તેમજ પોલીસે 3 રીલ્સ બનાવનાર 3 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.
Rajkot : સોશિયલ મીડિયા પર છવાઈ જવાની ઘેલછામાં અત્યારે અનેક યુવાનો અવનવા પ્રકારની રીલ્સ બનાવતા હોય છે. જેમાં ઘણી વાર યુવાનો જીવના જોખમે પણ રીલ્સ બનાવતા હોય છે. રાજકોટમાં ફરી એકવાર આ પ્રકારની રીલ્સ બનાવેલી સામે આવી છે.
રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોએ અશોભનિય વર્તન કર્યુ હોવાની ઘટના બની છે. તેમજ યુવાનોએ નશેડી જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવી હતી. તેમજ પોલીસે 3 રીલ્સ બનાવનાર 3 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુભારાની ધરપકડ કરી છે. 3 યુવકો મંદિરમાં નશો કર્યો હોય તેવો અભિનય કરતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે.