Rajkot : હાડ થીજવતી ઠંડીથી બચવા તાપણું કરવુ પડ્યુ ભારે, આગની લપેટમાં આવતા 3 લોકો દાઝ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 15, 2024 | 10:50 AM

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. જેનાથી બચવા માટે લોકો સ્વેટર, શાલ ધારણ કરે છે અથવા તો તાપણુ કરવાની ફરજ પડે છે. ત્યારે રાજકોટમાં કાતિલ ઠંડીના કારણે તાપણું કરી રહેલા ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની ઘટના બની છે.

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. જેનાથી બચવા માટે લોકો સ્વેટર, શાલ અથવા તો તાપણુ કરવાની ફરજ પડે છે. ત્યારે રાજકોટમાં 3 લોકોને તાપણુ કરવુ ભારે પડ્યુ છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં હાડથીજવતી ઠંડી પડી રહી છે. જેના પગલે એક શેરીમાં 3 લોકોએ તાપણું કરી હૂંફ મેળવવાનો પ્રયાસ કરતા હતા.

આગની લપેટે આવતા 3 લોકો દાઝ્યાં

તાપણુ કરતા અચાનક આગ ભૂભકી ઉઠતા નાનો એવો બ્લાસ્ટ થયો હતો. અચનાક તાપણામાંથી આગ ભભૂકી ઉઠતા તાપણું કરનાર લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો છતા પણ આગની લપેટમાં આવી જતા 3 લોકો દાઝ્યા છે. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

હાડથીજવતી ઠંડીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. આગામી 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પડી શકે છે.