Video : ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો, છેલ્લા અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલમાં 15000 જેટલી નોંધાઈ OPD

|

Sep 13, 2024 | 4:44 PM

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. રાજકોટમાં ભાદરવો શરુ થતા જ શહેરના અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના અનેક કેસો સામે આવ્યા છે. છેલ્લા અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલમાં 15000 જેટલી OPD નોંધાઈ છે.

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. રાજકોટમાં ભાદરવો શરુ થતા જ શહેરના અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના અનેક કેસો સામે આવ્યા છે. છેલ્લા અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલમાં 15000 જેટલી OPD નોંધાઈ છે. ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેન્ગ્યુના 21 મેલેરિયા અને ચિકનગુનિયાના 4-4 કેસ સામે આવ્યા છે. ઝાડા ઉલટીના 349 તેમજ ટાઈફોડના અને કોલેરાના 2-2 કેસ નોંધાયા છે. ત્યારે શરદી ઉધરસ, તાવ અને વાયરલ તાવના કેસની વાત કરીએ તો તે આશરે 1600થી વધારે નોંધાયા છે.

સુરતમાં ડેન્ગ્યુથી મહિલા તબીબનું મોત

બીજી તરફ સુરત શહેરમાં ડેન્ગ્યુના કારણે એક મહિલા તબીબનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. સ્મીમેરની રેસિડન્ટ તબીબની ફરજ પર દરિયાના તબિયત લથડી હતી. તબિયત લથડતા મહિલા તબીબ 4 દિવસથી સારવાર હેઠળ હતો.

Next Video