ક્યારે અટકશે લવજેહાદ ? ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં બની ઘટના, જુઓ Video
ઉત્તર પ્રદેશમાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમા મુસ્લિમ યુવકે પોતાનું નામ બદલીને હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા. હોટલમાંથી બહાર આવતા જ કેટલાક હિન્દુ યુવાનોએ આ વ્યક્તિને ઝડપી લીધો અને તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક લવજેહાદનો કિસ્સો હિન્દુ યુવાનોએ બહાર પાડ્યો છે. ઘટના એવી હતી કે, ગાઝિયાબાદના OYOમાંથી બહાર આવતાં જ વિધર્મી યુવકને પકડી લીધો હતો, યુવક એક યુવતી સાથે હોટલમાંથી નીકળ્યો હતો, તેનું નામ મોહમદ મોહસીન અલી હતું, જોકે યુવતી હિંદુ હતી.
મહત્વનું છે કે આ યુવકે પોતાનું નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી હતી. આ વીડિયોમાં હિન્દુ સંગઠનના લોકોએ જ મોહસીન પાસેથી સંપૂર્ણ કબૂલાત કરાવી હતી.
વીડિયો અનુસાર અમન ઉર્ફે મોહસીન અલીએ, યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને તેના મોબાઈલમાંથી યુવતીઓના વીડિયો ફોટો પણ મળી આવ્યા હતા.
લવ જેહાદ કાયદો બનાવવાના વીડિયોમાં હિન્દુ સંગઠનના આ યુવાનો UP ના CM ને હાથ જોડીને ફરી આભાર પણ માન્યો હતો. આ વીડિયો ગાઝિયાબાદ જિલ્લાના અંકુર વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયો છે. આ ખુલાસો કરનાર હિન્દુ સંગઠનનો યુવક એ જ છોકરો છે જેણે દિલ્હીમાં કન્હૈયાને થપ્પડ મારી હતી.
નોંધ: અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. Tv9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.