GUJARAT : આ વર્ષે ખેતી પાકના કુલ વાવેતરમાં વધારો નોંધાયો, કયાં પાકનું કેટલું વાવેતર ?
રાજયમાં અત્યારે કુલ વાવેતર 70.67 લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે. રાજ્યમાં ગત વર્ષે 70.27 લાખ હેક્ટર જમીનમાં વાવતેર થયું હતું. રાજ્યમાં તમામ તાલુકામાં વરસાદ વરસી ગયો છે.
GUJARAT : રાજ્યમાં આ વરસે ખેતી પાકના કુલ વાવેતરમાં વધારો નોંધાયો છે. રાજયમાં અત્યારે કુલ વાવેતર 70.67 લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે. રાજ્યમાં ગત વર્ષે 70.27 લાખ હેક્ટર જમીનમાં વાવતેર થયું હતું. રાજ્યમાં તમામ તાલુકામાં વરસાદ વરસી ગયો છે. ખેડૂતોને આશા છે કે, આ વખતે વરસાદ સારો રહેશે. અને એટલે જ રાજ્યની કુલ વાવેતર હેકટર જમીનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કયાં પાકનું રાજયમાં કેટલા હેકટરમાં વાવેતર થયું તેના આંકડા નીચે પ્રમાણે છે.
ક્યાં પાકનું કેટલું વાવેતર ?
કપાસ 22,22,372 હેક્ટર
મગફળી 18,93,734 હેક્ટર
સોયાબીન 2,19,942 હેક્ટર
તુવેર 2,12,239 હેક્ટર
મકાઈ 2,87,411 હેકટર