અમદાવાદના જોધપુરમાં RSSના ઉપક્રમે યોજાઈ રક્તદાન શિબિર

| Updated on: Sep 22, 2024 | 9:53 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોધપુર નગર દ્વારા ગુજરાત કેન્સર સોસાયટી બ્લડ બેન્ક, સિવિલ હોસ્પિટલના સહકારથી રક્તદાન શિબીરનું આયોજન, જોધપુર નગરના રુદધિકા બંગલો, વિસત નગર ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાથમિક મેડિકલ ચેક અપ બાદ કુલ 28 લોકોએ રક્તદાન કર્યું હતું.

પશ્ચિમ કર્ણાવતીમાં બોપલ ભાગનું જોધપુર નગર સેવા વિભાગ કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થે રક્તદાન શિબિર યોજાઈ હતી.

તારીખ 22/09/24ને રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોધપુર નગર દ્વારા ગુજરાત કેન્સર સોસાયટી બ્લડ બેન્ક, સિવિલ હોસ્પિટલના સહકારથી રક્તદાન શિબીરનું આયોજન, જોધપુર નગરના રુદધિકા બંગલો, વિસત નગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 34 લોકો જોડાયા હતા. તેમાંથી પ્રાથમિક મેડિકલ ચેક અપ બાદ કુલ 28 લોકોએ રક્તદાન કર્યું હતું. જેમાં ત્રણ માતૃશક્તિ પણ આ મહાદાનમાં સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર સેવા પ્રમુખ હિતેષભાઇ ઠાકર, બોપલ ભાગ કાર્યવાહ રાજેશ ભાઈ પ્રજાપતિ, પ્રાંત કાર્યકારીણી સદસ્ય ભાનુભાઇ ચૌહાણ સહિત અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો બંધુઓ તથા સુજ્ઞ લોકોએ આ રક્તદાન શિબીર ની મુલાકાત લીધેલી.

આ પણ વાંચો: દાહોદમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત, દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા