Bhavnagar News : મહિલા PSIને અને કોન્સ્ટેબલ વચ્ચે શાબ્દિક યુદ્ધ, વાહનચેકિંગ સમયે બની ઘટના Video થયો વાયરલ

| Edited By: | Updated on: Aug 20, 2024 | 1:39 PM

ભાવનગરમાં તો મહિલા PSI અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઘષર્ણ થયુ હોવાનું સામે આવ્યુ છે. કાળીયાબીડ પાણીની ટાંકી નજીક વાહન ચેકિંગ સમયે આ ઘટના બની હતી. ફેન્સી નંબર વાળી ડાર્ક ફિલ્મ લગાવેલી કાર લઈને જઈ રહેલા છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે પરિવારને રોક્યો હતો.

રાજ્યમાં ઘણી વાર એવી ઘટના બને છે કે બે વ્યક્તિઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયા હોય. પરંતુ ભાવનગરમાં તો મહિલા PSI અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઘષર્ણ થયુ હોવાનું સામે આવ્યુ છે. કાળીયાબીડ પાણીની ટાંકી નજીક વાહન ચેકિંગ સમયે આ ઘટના બની હતી. ફેન્સી નંબર વાળી ડાર્ક ફિલ્મ લગાવેલી કાર લઈને જઈ રહેલા છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે પરિવારને રોક્યો હતો.

મહિલા PSIએ ફેન્સી નંબર વાળી ડાર્ક ફિલ્મ લગાવેલી કોન્સ્ટેબલની ગાડીને ડીટેન કરવાનો આગ્રહ રાખ્યો હતો.જેના પગલે છોટાઉદેપુરના પોલીસ કોન્સ્ટેબલ અને ભાવનગર PSI વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયુ હોવાનું સામે આવ્યુ છે .PSIએ ઘર્ષણ બાદ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધી છે. બંને પોલીસ કર્મચારી વચ્ચે થયેલા શાબ્દિક યુદ્ધનો વીડિયો વાયરલ થયો છે.