હરણી બોટ દુર્ઘટના અંગે વડોદરા વકીલ બાર એસોસિએશનના પ્રમુખે જાહેર કર્યો પરિપત્ર, કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે, જુઓ વીડિયો
આજે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ વકીલ આરોપી તરફેણમાં કેસ નહિ લડે તેવી જાહેરાત કરી છે.આરોપી સાથે જો કોઈ વકીલ કેસ લડશે તો તેની સામે એક્શન લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
વડોદરામાં બનેલી ગોઝારી ઘટનામાં માસૂમ 12 બાળકો અને 2 શિક્ષકના જીવ ગુમાવ્યા છે. જેના પગલે આજે વડોદરા વકીલ બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ વકીલ આરોપી તરફેણમાં કેસ નહિ લડે તેવી જાહેરાત કરી છે.
આરોપી સાથે જો કોઈ વકીલ કેસ લડશે તો તેની સામે એક્શન લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.માત્ર વડોદરા જ નહીં પરંતુ વડોદરા ની બહારના પણ કોઈ પણ વકીલ આરોપીઓ સામે કેસ લડશે તો શાખી લેવામાં નહીં આવે. આજ રોજ તમામ વકીલ મંડળના સભ્યોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો છે. તેમજ આવતીકાલે બપોરે 2:00 વાગ્યે શોક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વડોદરા વકીલ મંડળની આ એક અનોખી પહેલ ને લોકોએ પણ બિરદાવી હતી.